મુંબઈ : માર્કેટ (Stock Market) સતત નવી ઉંચાઈ સર કરી રહ્યું છે. મંગળવારે ઐતિહાસિક સ્તર પર બંધ થયેલું શેર માર્કેટ (Share Market) બુધવારે તેજી સાથે શરૂ થયું છે. આજે સેન્સેક્સ (Sensex) 41,442ના રેકોર્ડ સ્તર પર ખુલ્યો તેમજ નિફ્ટી (Nifty) પણ શાનદાર ઉછાળ સાથે 12,195 પોઇન્ટ પર ખુલ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ઇન્કમ ટેક્સમાં મળશે છૂટ? ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલનો સ્પષ્ટ જવાબ


મંગળવારે બીએસઇનો મુખ્ય સુચકાંક Sensex 413.45 પોઇન્ટ ચડીને 41,352.17 પોઇન્ટ પર બંધ થયો. NSEનો નિફ્ટી પણ 111.05 પોઇન્ટ ચડીને 12,165.00 પોઇન્ટ પર બંધ થયો. 


આ બ્યુટી વિથ બ્રેઇન અર્થશાસ્ત્રીની મોટી લાલબત્તી, હલી શકે છે ભારતનું અર્થતંત્ર


નિફ્ટીના જે સ્ટોરમાં તેજીનો બિઝનેસ જોવા મળ્યો એમાં TECHM (1.81%), તાતા સ્ટીલ (1.39%), ટીસીએસ (1.22%), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (0.82%), JSWSTEEL (0.81%), તાતા મોટર્સ (0.80%), એચડીએફસી બેંક (0.46%) અને ડોક્ટર રેડ્ડી (0.34%) વગેરે શામેલ છે. આ સિવાય હિન્દુસ્તાન લીવર (-1.39%), ગેલ (-0.75%), એક્સિસ બેંક (-0.57%), ભારતી એરટેલ (-0.53%), આઇસીઆઇસીઆઇ બેંક (-0.47%), ઓએનજીસી (-0.44%), બીપીસીએલ (-0.41%) તેમજ આઇઓસી (-0.36%) જેવા સ્ટોક રેડ માર્ક પર બિઝનેસ કરતા જોવા મળ્યા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...